વરસ
વરસ
આવતું ને જાતું રહેશે વરસ,
પણ...
અમને તો સંબંધોની તરસ..
છે 'સંજોગ' નામની
લપસતી ફરસ...
જો
થાય મજબૂત સ્નેહ સેતુ અરસપરસ....
તો ..
જીવન જીવવું લાગશે ખુબસરસ...
જીવનમાંથી ગુમાવશો ન રસ
પ્રત્યેક સંબંધ માં છે સબરસ
આવતું ને જાતું રહેશે વરસ
અમને તો છે સંબંઘોની તરસ..!
