STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

ત્યારે કવિતા રચાઈ હશે.

ત્યારે કવિતા રચાઈ હશે.

1 min
319

ક્યાંક થયો હશે કોઈના પ્રત્યે લગાવ

ત્યારે આ કવિતા રચાઈ હશે

આપ્યો હશે કોઈ પોતાનાએ જ ઘાવ,

ત્યારે કવિતા રચાઈ હશે


હદયમાં ઉદભવ્યો હશે કોઈ ઝંઝાવાત,

ત્યારે શબ્દ ને સથવારે કવિતા રચાઈ હશે

ક્યાંક મળ્યું હશે ઝાકળ ભીનું સંવેદન

ને હૈયે લાગણીની કૂંપળ ફૂટી હશે

ત્યારે લાગણી નાં સથવારે કવિતા રચાઈ હશે


કોઈના કટુ પ્રહારે,

તો કોઈ નાં પ્રેમ ભર્યા મીઠા બે બોલ સાંભળી

હૈયે સંવેદના સળ વળી હશે

ત્યારે પ્રેમના પલકારે કવિતા રચાઈ હશે


જ્યારે જીવનમાં વ્યાપ્યો હશે શૂન્યાવકાશ

કોઈના પગલેથી ફરી રચાય હશે મેઘ ધનુષ્યના રંગો

ત્યારે આ હદયની કલમ વડે શબ્દોને દેહ મળ્યો હશે


કોઈ પ્રવેશતું હશે હૈયાના દ્વાર ખોલી

પ્રીત નું પાનેતર ઓઢી

ત્યારે દિલો દિમાગ નું અનુસંધાન બનતું હશે


ત્યારે જ સ્નેહ સરિતા બની આ હદયની ધરા પર વહેતો હશે

ત્યારે જ મનનાં ગર્ભમાં આ શબ્દો આકાર લેતા હશે


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy