STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

ખ્યાલમાં

ખ્યાલમાં

1 min
306

જીવી રહ્યો છું હજુ પણ એમના ખ્યાલમાં,

ઈચ્છું છતાં મળી ના શકું એને આજકાલમાં !


વ્યથા જીવનની સઘળી એ જાણી ગયાં છે,

બાકી કશું ક્યાં રાખ્યું હતું એમણે સવાલમાં !


સંદેશો એમને કેમ મોકલી શકું એ ના જાણું,

સરનામું હું લખી ના શકું કોઈ પણ ટપાલમાં !


અજાણ્યો થઈ ગયો છું એમને માટે એ રીતે,

નામ પણ લેતાં નથી મારુ પ્રેમની મિસાલમાં !


પૂછે જો કોઈ હાલ તો કહું છું એમને એટલું,

કંઈક સપનાઓ લૂછયા છે મેં આ રૂમાલમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy