STORYMIRROR

Nana Mohammedamin

Tragedy Fantasy Others

4  

Nana Mohammedamin

Tragedy Fantasy Others

નથી જોઈતો

નથી જોઈતો

1 min
262

દિલથી આપો એટલું બહુ થઈ ગયું,

બાકી મારે લખાણનું કરાર નથી જોઈતું,

જીવન બહુ સરળ જોઈએ મને,

ખાલી ખોટે મોટો કારભાર નથી જોઈતો,


કોઈ મને સમજે એટલું બહુ થઈ ગયું,

બાકી સાબિત કરવાનો ખોટો પ્રચાર નથી જોઈતો,

ચોખ્ખા દિલનો કોઈ ગરીબ ચાલશે મને,

દગો દેનાર લુચ્ચો માલદાર નથી જોઈતો,


મોઢા પર બોલતો મિત્ર મળે બહુ થઈ ગયું,

પાછળથી વાર કરનાર સાથી નથી જોઈતો,

ચાર-પાંચ જીગરી યાર હશે તો ચાલશે,

આખે આખો દરબાર મને નથી જોઈતો,


થોડો ઘણો સાથ મળે બહુ થઈ ગયું,

સેવાના નામે ઉપકાર મને નથી જોઈતો,

જે કહેવું હોય એ 'નાના'ને સ્પષ્ટ કહો,

બાકી મારે એકેય શબ્દ ઉપકારમાં નથી જોઈતો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy