STORYMIRROR

Nana Mohammedamin

Tragedy Fantasy Others

4  

Nana Mohammedamin

Tragedy Fantasy Others

નક્કી નથી

નક્કી નથી

1 min
307

જરૂરી નથી બધા સારા જ મળે,

કોણ, ક્યાં, કોને છેતરે નક્કી નથી !


બધા જ ઉપયોગી થાય એવું નથી,

કોણ કેવી રીતે વેતરે નક્કી નથી !


દરિયો જ કાયમ ઘૂઘવે-એવું નથી,

કઈ બુંદ ક્યારે વિસ્તરે નક્કી નથી !


જીવનમાં કદી ધૂત્કારશો નહીં કોઈને,

કોનો સમય, ક્યારે ફરે, નક્કી નથી !


શંકા વગર, કઈ જ્ઞાન નથી વિસ્તરતું,

કઈ માન્યતા ખોટી ઠરે નક્કી નથી !


અહમ રૂપી ભ્રમણામાં ન રહેવું કદી,

કોની, ક્યારે, જરૂર પડે નક્કી નથી !


અણસાર છે, બદલી રહી છે જિંદગી,

સર્જન વિસર્જન શું કરે નક્કી નથી !


ક્યાંક ઊંડે છે ભય હજુ ખુદા તણો,

નહિંતર માનવી શું કરે, નક્કી નથી !


લડવું પડે 'નાના'એ જીવવા-છેલ્લે સુધી,

બસ, કોણ જીવે કે મરે નક્કી નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy