STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Fantasy

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Fantasy

મન પરી

મન પરી

1 min
285

રાત ઊંઘે છે ઓશીકે ને દિવસ આ કેવો જાગી ગયો..

અમસ્તો અમસ્તો ઓ મનપરી કેવો નાદ લાગી ગયો !


આ બગીચાનું ગુલાબ જો ને અમથું જાણે મલકી રહ્યું,

તું સુગંધનો દરિયો જાણી એ ખોબો ધરી ફરકી રહ્યું..


એ ડામર કેરી કાયા રસ્તે તને મળવા માટે તલસી રહી,

તારા પગરખાંની અદેખાઈથી પીગળી જાણે પ્રસરી રહી.


આ હવા પણ કેવી નટખટ ! જાણે લાગ જોઈ ને વહેતી..

શરમાતા આંચલ ને તારા જરાક ઉડવાનું એ કહેતી.


એ ગાલે પડતા ખંજન તારા ક્યાં કોઈનું કહ્યું માને..!

'બ્લેક હોલ' ની જેમ એ મારા સઘળા તરંગો તાણે.


મેઘ ઝળૂંબી નીરખે તને વળી ખૂટતું કશુંક એ માગે,

એની નજર તારી ઝુલ્ફો પર નખરાળી કાળી લાગે.


એક આંખો અમારી નસીબવંતી વૈભવ સઘળો માણે,

તું જુએ ભલે ઓલી દિશાએ,આ તને જ જોતી છાને.


રાત ઊંઘે છે ઓશીકે ને દિવસ આ કેવો જાગી ગયો..

અમસ્તો અમસ્તો મને મનપરી તારો નાદ લાગી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance