પાનખર છે કે વસંત
પાનખર છે કે વસંત
દિવસે બફારો ને રાત્રે ઠંડક,
ન જાય દિવસ કે રાત્રી સૌની સરખી,
ખબર પડતી નથી પાનખર છે કે વસંત.
વળી, ક્યારેક સવારી આવે મેઘરાજાની,
તો ક્યારેક વીજળીનાં તડાકા ને ભડાકા,
ખબર પડતી નથી દિવસ છે કે રાત્રી,
જરૂર છે જળની સૌને આજે,
તો વળી, ડર છે ધરતીના કંપનની કાલે,
ખબર પડતી નથી પ્રકૃતિ છે કે વિકૃતિ.
ત્રાહિમામ પોકારે છે મનુષ્ય, પશુ- પંખી ને વન,
કુદરતના ભરોસે ચક્ર ચાલે ધરાનું,
ખબર પડતી નથી સતયુગ છે કે કલિયુગ.
