આત્મવિશ્વાસ
આત્મવિશ્વાસ
કોઈની આંગળીનાં ટેરવે, આમ તેમ ના ફસાતો,
એકાગ્રતાને બાધ મુઠીમાં, તેજસ્વીતા રાખ કપારે,
બીજા પર ભરોસો ના રાખ, મક્કમ રાખ મન,
યાદ કર વીર અર્જુનને, તીર-કમાન ને માત્ર લક્ષ્ય,
લક્ષ્યને પામવા મૂક દોટ, મો ફેરવી ન દેખ પાછળ,
જગની ચિંતા ના કર, સફળતા તારા ચરણ ચૂમશે,
ભલે ને વન વગડા અવરોધે, મન મૂકીને વરસે વર્ષા,
જે સિદ્ધિ હાસલ કરે, વંદન કરે જગ કોટી કોટી,
આવી છે, હાથમાં બાજી, તો શા ને કરું પીછેહઠ,
મન મૂકી વરસી લઉં, ઠસો ઠસ છે 'આત્મ વિશ્વાસ'.
