STORYMIRROR

jignasa joshi

Fantasy Others

4  

jignasa joshi

Fantasy Others

કોરોનાએ બદલ્યું પૃથ્વીનું સ્વરૂપ

કોરોનાએ બદલ્યું પૃથ્વીનું સ્વરૂપ

1 min
205

બ્રહ્માજીની વિચાર આવ્યો નારદને બોલાવ્યા જી,

જાવ પૃથ્વી પર સેર કરવા જાણો હાલત કેવી જી,


આવી નારદ બોલ્યા કે શું કહું બ્રહ્માજી,

પૃથ્વી પર તો સ્વર્ગ બન્યું છે કોરોના આવ્યાં પછી જી,


માતા-પિતા ભાઈ-બહેન હળી-મળીને રહેતા જી,

પરિવારમાં પ્રેમ લાગણી ખીલી ઉઠ્યા જી,


ભાઈ ભાઈ ને મિત્રોમાં વેરભાવ ભાંગ્યા જી,

અમીર ગરીબ ને નાત-જાતનાં ભેદ છે ભુલાયા જી,


સ્વચ્છતા ને ચોખ્ખાઈના પાઠ સાચા ભણ્યા જી,

નદી તળાવ ને ઘરના આંગણ સાફ સુથરા કર્યા જી,


કેદીની હાલત સમજતાં પંખીને ઉડતાં મૂક્યાં જી,

પશુ પ્રાણીનો હાલ સમજતાં મિત્રાચારી કેળવી જી,


બેન દીકરીને માતા સમજી આદરથી જોવાય જી,

જોઈ દુનિયાની સુંદરતા મન મારું હરખાય જી,

રૂપ પૃથ્વીનું જોઈને ચૌદલોક ભુલાય જી.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Fantasy