STORYMIRROR

K,d, Sedani

Fantasy

4  

K,d, Sedani

Fantasy

તડકો

તડકો

1 min
215

(મોનો ઇમેજ કાવ્યો)

    (૧)

રવિવારે ઉનાળાની એક બપોરે

લંચ પતાવી ને થોડો આરામ કરવાની ઈચ્છા સાથે

મારા રૂમમાં ઘૂસી આવેલા

તડકા ને રોકવા

દરવાજો બંધ કર્યો,

તો તડકાનો એક ટૂકડો

બારીમાંથી ઘૂસી ગયો,

હવે થાય છે કે

આ તડકાનો ટૂકડો ઓઢીને

થોડી ઊંઘ ખેંચી લઉં ?

   (૨)

ચોમાસામાં 

વરસાદમાં ભીંજાવાની

મજા માણવી હોય તો

ઉનાળાનો ધોમધખતો

તડકો પીવો પડે !

   (૩)

અસહ્ય ગરમીથી કંટાળીને

તડકા ને

એક દિવસ

ટાઢક કરવાનું મન થયું 

અને તેમણે

બપોરે 

દરિયામાં ડૂબકી લગાવી દીધી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy