STORYMIRROR

K,d, Sedani

Others

3  

K,d, Sedani

Others

વૃક્ષ (મોનો ઇમેજ કાવ્યો)

વૃક્ષ (મોનો ઇમેજ કાવ્યો)

1 min
254

 (1)

પાનખરમાં સાવ

હાડપિંજર જેવું દેખાતું

વૃક્ષ

ક્યારે પણ

વસંત આવવાની માનતા

નથી કરતું !

 (2)

વૃક્ષોને કાપીને

થાકી ગયેલો કઠિયારો

ધોમધખતા એક બપોરે

ઘટાદાર વૃક્ષની છાંયામાં

આરામ ફરમાવી રહ્યો હતો !

  (3)

રાતના સુમારે

મારી સેટી પલંગ નજીક

 જાણે

વૃક્ષનો આત્મા

મારી આસપાસ ભમી રહ્યો હતો !

   (4)

પાંદડા પણ માણસની જેમ

કલર બદલે ત્યારે

વૃક્ષ તેને તરછોડી દે છે

નહિતર

વૃક્ષ ને ક્યાં

પાંદડાનો ભાર

લાગતો હતો !


Rate this content
Log in