Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

K,d, Sedani

Fantasy Inspirational

4.0  

K,d, Sedani

Fantasy Inspirational

ગાંઠ ક્યારે છૂટશે

ગાંઠ ક્યારે છૂટશે

1 min
335


બાળપણમાં તોફાન કરીએ એટલે 

બા વઢે અને પછી માથા પર હાથ ફેરવતા શિખામણ આપે

છેલ્લે એમ કહે "આ ગાંઠ બાંધી રાખજે !"


ત્યારે એવી કઈ ગાંઠ એવું કશું જ

સમજણ ન પડતી

પછી તો જેમ જેમ મોટા થતા ગયા

ને પહેલી ગાંઠ ભૂલાતી ગઈ,


ને પછી તો આપમેળે સંબંધોમાં

ગાંઠો વળવા લાગી !


હવે નિવૃત્તિના સમયે

એમ થાય છે કે

સાવ નવરાશની પળો છે અત્યારે,


ફળિયામાં ખાટલા ઉપર

બેઠા બેઠા કોશિશ કરું કે

સંબંધોમાં પડેલી આ ગાંઠો

એક પછી એક

છૂટી જાય તો કેવું ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy