માનવી તું નજર કર
માનવી તું નજર કર
અસતનાં પહેરી મુખોટાં ફરે માનવી, તું નજર કર,
કપટ ઉર ગ્રહી, વાણ મીઠી ઝરે માનવી, તું નજર કર,
કરે કામ ખોટા, ચળે ના લગીરેય જુઓ તમે પણ,
કરમ પોટલાં બાંધતાં ના ડરે માનવી, તું નજર કર,
ખયાલો સકલ આસુરી વૃતિના સંઘરી લઈ હૃદયમાં,
જગત પીડતાં, તોય શ્રી ને વરે માનવી, તું નજર કર,
હશે, થાય શું? ના કરો, ભેદ જાણી, કરોને ઉઘાડો !
ટળે યાતના, ભાવ ઉર ના ધરે માનવી, તું નજર કર,
સકલ પીરને નાથવા, પંથ સત્યનો ગ્રહી ચાલ મનવા,
થશે શુભ સદા 'શ્રી', વિજય પણ ખરે માનવી, તું નજર કર.
