પરગ્રહી મિત્ર
પરગ્રહી મિત્ર
વેરાન વિસ્તારમાં ઉતરતી જોઈ ઉડતી રકાબી,
નીકળ્યાં તેમાં જાણે માણસ જેવા નાનાં પ્રાણી.
જાણે અજાણ્યાં ગ્રહ પરથી આવ્યાં આં પ્રાણી,
લાગે માણસ જેવા બુદ્ધિશાળી આં વિચિત્ર પ્રાણી.
ચાલે છે બે પગે અને માથું લાગે છે એનું મોટું,
આંખો છે બે પણ જાણે બલ્બ જેવડી મોટી.
કદમાં ભલે લાગે છે નાનાં પણ બુદ્ધિ છે ઘણી,
કદાચ બની શકે છે આપણાથી શકતી પણ ઘણી.
શરૂઆતમાં બીતા અમે ગયાં મદદ માટે તેની પાસે,
મળતાવડા સ્વભાવથી પરગ્રહીમિત્ર છે હવે સાથે.
