STORYMIRROR

Katariya Priyanka

Tragedy Fantasy

4  

Katariya Priyanka

Tragedy Fantasy

મારું બાળપણ

મારું બાળપણ

1 min
263

ઉંમર ભલેને વધતી જ ચાલી,

રાખ્યું મેં ઉરમાં બાળપણ સંભાળી,


ચાલ્યો ત્યારે પિતાની આંગળી ઝાલી,

આજે પાસે રાખું છું એમની લાકડી વ્હાલી,


સૂતો ત્યારે માની હૂંફાળી સોડમાં,

આજે લપાઉ એની યાદોની સોડમાં,


ઉતાવળે ત્યારે પણ દોડતો મા પાસે જવા,

ઉતાવળ આજે પણ છે મા ને મળવા,


દફ્તરથી વધુ જરૂરિયાતોનો ભાર,

સમજાતો ગયો મને જીવનનો સાર,


આજે ઊભો છું જીવનનાં એ પડાવે,

કોઈ વેદના હવે મને ન રડાવે,


માનું છું પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર,

જીવાદોરી ખેંચી ખેંચી ન બનાવ હવે લાચાર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy