એલિયન
એલિયન
ગગનેથી વિહાર કરી,
ધરા પર આવી,
એક ઉડતી રકાબી.
પ્રકાશપૂંજ નીહાળ્યો અને,
રકાબીએ સ્થાન કર્યુ ગ્રહણ,
હેલ્મેટ સરખું પહેરીને,
એલિયને ડગ માંડ્યો ધરા પર.
જોયું અચરજ ચારે તરફ,
અમે પહેરીએ એવું દેખાયું,
અહીં માનવીઓનાં શિર પર.
પૂછે છે એલિયન માનવીને,
શું પહેરવેશ સરખો આપણો ?
ના, અમે પૃથ્વી વાસી,
તમે ગગન વાસી.
વિચારી એલિયને,
રાહ જોઈ પાછાં જવાની,
થોડી વારમાં તેજ પૂંજ આવ્યો પાછો,
ઉડતી રકાબીમાં જઈ વિદાય લીધી.
