મહોરું લગાવી બેઠી છું
મહોરું લગાવી બેઠી છું
આજ ચહેરા પર ચહેરો લગાવી બેઠી છું
ઉદાસી પર હાસ્યનું મહોરું લગાવી બેઠી છું,
આમ તો રોજ રોજ સૂરજ ઊગે ને આથમે
વિહવળ બની સાંજની પ્રતીક્ષામાં બેઠી છું,
મુલાકાત કરવા આપણી અધીરી બની હું,
તારી જ પ્રતીક્ષામાં હું રાહ જોઈ બેઠી છું,
ભલે અહીં કોઈ સમજે કે ના સમજે કદી,
સમજશે જ તું એજ આશ રાખી બેઠી છું,
મારી વ્યથાની કથા સાંભળવા આવજે તું,
આજ ચહેરા પર મહોરું લગાવી બેઠી છું.
