જાદુઈ છડી
જાદુઈ છડી
દુનિયા બની આખી, જાદુની આ જાદુઈ છડી,
જાદુગર મંત્ર ભણી, સર્વ કામ કરે આ ઘડી.
મંત્ર બોલી બધું કામ, થાય એક જ ચૂટકીમાં,
જાદુગર મંત્ર જપે, છડી ફેરવે મટકીમાં.
અજબ છે આ દુનિયા , નિરખતી રૂપની રાણી,
જીવનમાં જાદુ કરી, લઈને પછી ભરે પાણી,
માણસ માત્ર જાદુઈ, દુનિયાનો થયો દીવાનો,
જાદુઈ દુનિયામાં, ફસાઈને ગુલામ થવાનો.
બનાવી ગુલામ તને, હું જાદુગર જાદુ પામું,
પછી જાદુ કરી જોઉં, ન કેવળ જગની સામું.
છડી ફેરવી જાદુઈ, હર ઘડીએ મલકાય,
સંસારમાં ખૂણે ખૂણે, જાદુનો ઘડો છલકાય.
પોતાની શક્તિ બતાવી, રોજ કરે નવી પ્રવૃત્તિ,
જાદુગરની જાદુઈ, છડી પોકારતા થઈ જાગૃતિ.
જગતમાં જાદુગરે, જાદુઈ છડી કરી ખડી,
જાદુ કરવા માટે, તેને મજાની આ છડી જડી.
