STORYMIRROR

kiranben sharma

Fantasy Inspirational Others

4  

kiranben sharma

Fantasy Inspirational Others

મા

મા

1 min
415

હે મા ! તુજ ચરણ મહી સ્વર્ગ મારું,


આંખો તારી, હાસ્ય નિખાલસ, કરતી મુજને પુલકિત,

હોઠ તારા નિર્મળ વાણી વદી કરતા મુજને પ્રોત્સાહિત,


તારો પાલવ મા ! સદા કરતો મુજને આનંદિત,

એની કોર આંગળી વીંટી થાતી સદા હું ઉત્સાહિત,


મા ! તારા હાથના સ્પર્શથી થાતી હું તરોતાજા,

તારા ખોળા મહી માણતી હું સદા સુખની મજા,


મા ! તારા ટહુકારે મારું જીવન કેવું ખીલે !

સદા તુજ બાહુપાશમાં મળતો મુજને ભરોસો,


જીવન મારું તારું દીધેલું, તુજ ચરણે કરું અર્પણ !

હે મા ! તુજ ચરણમાં મહી સાચું સ્વર્ગ દર્પણ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy