ક્રૂર માનવી
ક્રૂર માનવી
નથી હું પૃથ્વી વાસી કેમકે હું એલિયન છું
આવ્યો હતો હું જાણવા માણસોની સોસાયટી
હજાર વર્ષ પહેલાં પણ આવ્યો હતો
થયો હતો હું એકદમ ખુશ ખુશાલ
જોઈને પ્રુથ્વીની સુંદરતા
આજે આવ્યો મારી પસંદગીનાં ગ્રહની સુંદરતા માણવા
હજાર વર્ષ પછી તમે એ માણસો
મારાં પસંદના ગ્રહ્ની દશા ફેરવી નાખી
મને અહીંયા ફરીથી ન આવવા માટે પ્રેરિત કર્યો
નથી રહ્યો આ ગ્રહ એટલો સુંદર અને પ્રાકૃતિક
જેવી સુંદરતા હું માણીને મનમાં શાંતિ લીધી હતી મેં
નફરત કરુ છું તને હું કાળા માથાના માનવી
કેમ કે માણસ બધા ક્રૂર છે
મારાં પસંદગીના ગ્રહનાં ખુની છે.
