STORYMIRROR

K,d, Sedani

Fantasy

3  

K,d, Sedani

Fantasy

સન્નાટો

સન્નાટો

1 min
217

વહેલી સવારે

મારી બાલ્કની બારીમાંથી

નિહાળી રહ્યો હતો,


શહેરના લાંબા લાંબા રોડ અને રસ્તાઓ

બેફામ દોડતા વાહનો

વારંવાર ટ્રાફિક જામ કરી દેતા હતાં,


તેના કર્કશ અવાજોથી

કાનમાં કંઈક રેડાતું હોય એવું લાગતું હતું,


લોકોની દોડાદોડી, ફેરિયાઓની ચીસો

આ બધા કોલાહલથી ત્રસ્ત થઈને

બારી બંધ કરી દીધી,


કોલાહલ અને શોર બકોર

સાંભળવામાં

કાનને મુક્તિ તો મળી,


પણ ભીતર 

ઘર કરી ગયેલો

સન્નાટો યુગોથી

મને અકળાવી રહ્યો છે

તેનો છે કોઈ પાસે ઈલાજ ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy