Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

K,d, Sedani

Drama

3  

K,d, Sedani

Drama

આખ્ખું આકાશ

આખ્ખું આકાશ

1 min
211


એક ઢળતી સાંજે

ઓસરીનાં હિંડોળામાં

બેઠો બેઠો

રાહ જોઈ રહ્યો હતો

કાગડાની !


નાનો હતો ત્યારે બા કહેતી

આંગણે કાગડો બોલે તો

મહેમાન આવે,


છેલ્લા ઘણા સમયથી

કાગડો દેખાતો નથી

તેનું શું ?


કંટાળીને ડ્રોઇંગરૂમમાં સોફા ઉપર

લાંબા પગ કરી ને

બેઠો ને ટીવી ઓન કર્યું,


પણ ઉદાસી અને કંટાળો

ક્યાં પીછો છોડે છે ?


ટીવી ઓફ કરીને

વિચારતો હતો કે

પહેલાના જમાનામાં

ટીવી, કોમ્પ્યુટર કે લેપટોપ, કે મોબાઈલ

જેવા સાધનો નહોતાં

છતાં પણ નાનપણમાં કેવા ખુશ રહેતા !


થોડી ક્ષણોમાં

બારીમાંથી એક રંગબેરંગી

પક્ષી ચાંચમાં પાતળી સળી લઈને

મારા ડ્રોઇંગરૂમમાં ઉડવા લાગ્યું,


રૂમમાં સન્નાટો હતો

ને પક્ષીએ રૂમને ટહુકાથી ભરી દીધું

આંખોમાં આકાશ ભરીને આવેલું આ પક્ષી,


બીજી થોડી ક્ષણોમાં આકાશમાં 

વિહરવા ઊડી ગયું,


હું મારી મુઠ્ઠીમાં આકાશ લઈને

હૃદયમાં ટહુકા ભરી

બહાર ટહેલવા નીકળી ગયો,


કદાચ

પેલુ રંગીન પક્ષી

કોઈ એક ઝાડ ઉપર

મળી જાય !


Rate this content
Log in

Similar gujarati poem from Drama