મનનો જીન
મનનો જીન
મળી જાય જો એક જીન મને,
જીવનની સઘળી ઈચ્છા પુરી થાય,
જીવન છે ઇચ્છાનો ભંડાર,
થતી નથી પુરી એ છે સંસાર,
હોય માનવીની એક જ ઈચ્છા,
સઘળું થાય પોતાની ઈચ્છા મુજબ,
નિતનવી ઈચ્છાઓ જાગે, રહે કેટલીય અધુરી,
રાખી સંતોષ જીવે જીવન રહે ન કોઈ ઈચ્છા અધુરી.
માનવમન કેટલું ચંચળ, હમેશાં રહે અધુરું,
જો મનને મળે સંતોષ રૂપી જીન તો સઘળું થાય પુરું.
