નાથે પ્રદૂષણ ઝાડવા
નાથે પ્રદૂષણ ઝાડવા
છે ઝાડ ધરતીનું ગવન ના ફાડશો સ્વાર્થી બની,
વૃક્ષો થકી સુંદર ધરા, ના કાપશો સ્વાર્થી બની,
નાથે પ્રદૂષણ ઝાડવા, રૂડાં જતન કરજો સદા,
રાખે હવાને શુદ્ધ કાયમ, વાવજો સ્વાર્થી બની,
સૂરજ નભેથી કોપતો, વરસે અગનગોળા અહીં,
થઈ ઢાલ વ્હારે આવતા ભઈ રોપજો સ્વાર્થી બની,
ધરણી તણાં ઢાકણ થઈ અડગ, ત્યાગી ઊભા સદા,
શ્હેરીકરણની લાહ્યમાં, ના વાઢજો સ્વાર્થી બની,
કોંક્રિટ જંગલ જાય વધતાં, ઝાડ ઓછા થાય છે,
ગમતું કરી લો ગામડું ને મ્હાલજો સ્વાર્થી બની.
