STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Fantasy

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Fantasy

મન ગુલાલ

મન ગુલાલ

1 min
304

છાંટી એ પિચકારી કેરી ધાર,

મન ગુલાલ થઈ ગયું..!

મહેંકી ફાગણની આ રસધાર,

મન ગુલાલ થઈ ગયું..!


આ વગડે ખીલ્યા વનફૂલ ને,

આંબે મોર કેરી ઘટમાળ.

કેડીઓ થઈ ભલે સૂની પણ,

મન ગુલાલ થઈ ગયું..!


અણીયાળી આંખોના ખૂણે,

રંગોની જ ભરમાર.

તપતો સતાવે આ સલિલ પણ,

મન ગુલાલ થઈ ગયું..!


વસંતના પડઘા હજુ ગુંજે ને,

હૈયે પ્રેમ ભર્યો થડકાર.

ઢળતી આ રાત ઘણી મોડી પણ,

મન ગુલાલ થઈ ગયું..!


પિયુનો રંગ વળી પ્રેમનો કસુંબ,

નિત વાગે એજ ભણકાર.

ફોરમ આ વહેતી કેસુડા કેરી ને,

મન ગુલાલ થઈ ગયું..!


સ્નેહ કેરી છાલકને હેતની જ છાંટ,

રંગ રસનો આવ્યો તહેવાર.

ભીંજવે છે હૈયું આજ હૈયાને ને,

મન ગુલાલ થઈ ગયું..!


છાંટી એ પિચકારી કેરી ધાર,

મન ગુલાલ થઈ ગયું..!

મહેંકી ફાગણની આ રસધાર,

મન ગુલાલ થઈ ગયું..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance