STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational

4  

Manishaben Jadav

Fantasy Inspirational

મને ગમતું રે

મને ગમતું રે

1 min
231

મને ગમતું રે મારી અગાશીનુ આકાશ

મારી સંગે ભમતું રે તારાઓનું આકાશ

                          

આકાશના તારલા અહિ ત્યાં દોડતા

મન મારું એ ઝગમગથી મોહી રે લેતા

                              

ચાંદામામા તો દિન દિન વધતા

દિન દિન વધતા શીતળતા આપતા

                            

તારાના ઝગમગથી આકાશ રૂડું શોભતું

વિવિધ આકૃતિઓ રચી જૂથ બનાવતું


વાદળ સાથે એ નિત રમત નવી રમતું

સંતાકુકડી સમજી એ અંધારું ધરતુ


સૂરજદાદાથી એ રોજ સંતાઈ જતું

મનમોહક દ્રશ્યથી સૌનું મન લોભાવતુ


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy