ખોવાયેલી ખુશી પરત મળી ગઈ
ખોવાયેલી ખુશી પરત મળી ગઈ
જુઓ જુઓ મને તો ખુશી મળી ગઈ,
મળી એક બચપણની સહેલી,
જાણે ખુશીઓની મળી ગઈ હેલી,
કરી પોતાના લોકોની સંગત,
જીવનમાં એ લાવી રંગત,
જાણે મળી ગઈ ખુશીઓની પંગત !
મિત્રો સાથે કરી મુલાકાત,
દર્દ ભરેલા દિલની કરી વાત,
શબ્દોમાં કરી મે રજૂઆત,
તો દુઃખોની વીતી ગઈ રાત,
કરી મેં બાગ સાથે દોસ્તી,
બની ગઈ મારી સુંદર હસ્તિ,
દુઃખ ઉદાસી થઈ ગયા પસ્તી,
મળી ગઈ મને મોજ મસ્તી,
લાવ્યા દુઃખોનું નિવારણ મારા અંગત,
જીવનમાં લાવ્યા સોનેરી રંગત,
ખુશી સાથે થઈ ગઈ સંગત,
જાણે મળી ગયું મને આખું જગત.
