સવાર
સવાર
ખુશીઓનો ખજાનો લાવી,
ઉત્સાહ, થનગનાટ લાવી,
અનેરી આશા અને ઉમંગ લાવી,
મનના માધૂર્યને માણવા આવી,
મન પૂછે હૃદયને શીદને,
આ અલૌકિક સવાર આવી ?
મલકાતું દિલ બોલ્યું,
"ધરતીના સૌંદર્યને માણવા આવી."
સુંદર સવારના જય શ્રી કૃષ્ણ.
