તું જો કહે તો
તું જો કહે તો
તું જો કહે તો તને,......
પ્રેમથી શણગારું,
સોનેરી તસ્વીરમાં તને મઢાવું,
લઈ તને આગોશમાં પ્રેમથી નવડાવું,
રૂપેરી થાળીમાં તને જમાડું,
તું જો કહે તો ,......
સૂરજ ચાંદ તોડી લાઉં,
તોડી ફોડીને તારા પગે પડાવુંં,
તું જો કહે તો ,......
પ્રેમની ચાદર ઓઢાડું,
ઝગમગતા તારલાઓને એમાં ટંકાવું,
તું જો કહે તો હું,......
જિંદગી જીવવાનું છોડું,
પણ, વિકલ્પ તારો હું ક્યાંથી લાઉં ?

