STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Fantasy

3  

Dhanjibhai gadhiya "murali"

Fantasy

નજરનાં તીર

નજરનાં તીર

1 min
211

નજરોથી ઘાયલ થવું છે મારે,

કોઈ નજરના તીર તો ચલાવો !

મસ્ત બની થનગનવું છે મારે,

કોઈ મનડાનાં મોર તો નચાવો !


પ્રણયના તરાના ગાવા છે મારે,

કોઈ કોયલડીને તો ટહૂકાવો !

દિલની ઘડકન માણવી છે મારે,

કોઈ પપિહાનું પિયુ તો બોલાવો !


મદહોશ બની ઊડવું છે મારે,

કોઈ આ સમીરને તો લહેરાવો !

સ્નેહની વર્ષામાં ભીંજાવું છે મારે,

કોઈ મેઘ મલ્હારતો ગવડાવો !


વસંતની મોસમ માણવી છે મારે,

કોઈ સૂકી પાનખર તો હટાવો !

રાધાની જેમ તડપવું છે મારે !

કોઈ "મુરલી" ની તાન તો છેડાવો !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy