શિયાળાની સમી સાંજે
શિયાળાની સમી સાંજે
સ્પર્શે સ્પર્શે જાગે સ્પંદન
સમી સાંજનું એ આલિંગન,
એકબીજાને રંગે મ્હેંકે
વ્હાલે વ્હાલે મીઠા ચુંબન,
હુંફાળા એ શ્વાસે શ્વાસે
પ્રિયવર સ્પર્શે ગાલે ખંજન,
મંદ મધુર સમીર સંગાથે
ડાળે ડાળે ફૂલોના નર્તન,
તરુવર સંગે સાંજ સુગંધે
અંગે અંગે કલરવ કુંજન,
છનછન છનકે છાને પગરવ
ઝાંઝર રણકે દિલમાં રંજન,
ઊડે ભીની પાંખે યાયાવર
સરવર સરવર પાળે તર્જન,
તાલે તાલે ઉપવન તનમન
ગુંજે શ્વાસ સિતારે ગુંજન,
સરગમ સરગમ તારે કંપન
અંતર છલકે સૂરના સર્જન !

