STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Others

હા અમે સૌ ગુજરાતી

હા અમે સૌ ગુજરાતી

1 min
205

હા હું ગુજરાતી,

હા અમે ગુજરાતી,

જલેબી જેવા મીઠા,

અમે ફાફડા સાથે મરચા ખાઈએ તીખા,

ઉંધીયું ને પૂરી ખાઈએ,

અમે સૌથી અનોખા,


ગુજરાત મારું દરિયા જેવું,

નદીઓ સૌ દરિયામાં મળે,

એમ ગુજરાતમાં આવી ને સૌ વસે,

મહેમાન ગતિમાં અમારો જડે ના જોટો,

અમારો વ્યવહાર કદી ના હોય ખોટો,


અમે મનાવીએ તહેવારો સૌ હળીમળી,

પછી ઈદ હોય નાતાલ હોય પતેતી હોય કે દિવાળી,

પૂરીએ સાથે મળી સૌ રંગોળી,

રંગમાં બોળી પિચકારી અમે રમીએ હોળી,

દરેક તહેવાર મનાવીએ અમે બાળકોની ટોળી,

ગમે ત્યાંથી ખુશિયા લાવીએ ખોળી,

સદા આનંદથી ભરીએ સૌની ઝોળી,

બોલીએ અમે તોળી તોળી,

શરદ પૂનમના ખાઈએ અમે પુરણપોળી,

દરિયો નાખીએ અમે ડહોળી,

મોતી લાવીએ અમે ઢંઢોળી,

દુઃખ ઉદાસી ને દઈએ હવામાં ફંગોળી,

દરેક ના હૈયે પુરીએ સુંદર રંગોળી,


હા અમે ગુજરાતી,

ખુશીયોને લાવીએ તાણી,

જિંદગીની પ્રત્યેક પળ અમારા માટે ઉજાણી,

અમારી જાત ને અમે પિછાણી,

મીઠડી છે અમારી વાણી,


સૌ કોઈ જાય અમારા પર વારી,

એવી સુરત છે અમારી પ્યારી,

ગરબે ઘૂમતી અહી દરેક નારી,

લાગે કેવી ન્યારી,

જાણે ફૂલોની ક્યારી,

એવી છે ગુજરાતની નારી,

આ વાત છે તમારી ને મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy