પ્રેમ ઉદ્યાન
પ્રેમ ઉદ્યાન
પ્રેમના પુષ્પો રોપીને હું,
પ્રેમનું ઉદ્યાન બનાવું છું,
પ્રેમની છાયાં આપે તેવા,
વૃક્ષોનું જતન હું કરૂં છું,
મધુર મહેકતી પ્રેમ પુષ્પોની,
સુગંંધથી મદહોશ બનુ છું,
પ્રેમમાં મગ્ન યુગલો જોઈને,
મનથી ખુબ હરખાઉ છું,
ઉદ્યાનમાં ટહેલતા યુગલોમાં,
ખોવાયેલા પ્રેમને શોધુ છું,
ક્યારે મળશે પ્રેમ મારો મુજને,
તેની વાટલડી હું જોઉં છું,
વર્ષો વિત્યા મધુર મિલનના,
તેની યાદોને હું વાગોળું છું,
કલશોર કરતાં પંખીઓના,
પ્રેમ તરાના હું સાંભળું છું,
વિશ્વાસ મારો અડગ છે કે,
એક દિન પ્રેમ મારો મળશે,
"મુરલી" આ પ્રેમ ઉદ્યાનમાં,
પ્રેમ મંદિર જરૂર બનાવશે.
