STORYMIRROR

Neeta Chavda

Tragedy Fantasy Others

3  

Neeta Chavda

Tragedy Fantasy Others

માં તું ક્યાં ચાલી ગઈ

માં તું ક્યાં ચાલી ગઈ

1 min
148

તારા હાથનો હીંચકો

ને તારા ખોળાની ગોદડી લઈ 

મા તું ક્યાં ચાલી ગઈ,


તારા લાડની લ્હાણી

ને મમતાની મૂરત લઈને

મા તું ક્યાં ચાલી ગઈ,


તારા પાલવના છેડાને

મારાં હાથથી છોડાવીને

મા તું ક્યાં ચાલી ગઈ,


તારી આંખના અમીને

હંમેશની કમી કરીને

મા તું ક્યાં ચાલી ગઈ,


તારી વ્યાખ્યા શું ?

મને ના સમજાણી,


તારી વ્યાખ્યા સમજાવ્યા વગર

મા તું ક્યાં ચાલી ગઈ ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy