બાંકડે લીલાલહેર
બાંકડે લીલાલહેર
કેવી કેવી તકતીઓ બાંકડા પર લાગે છે
સમાજના સેવકો પોતાની વાહ વાહ કરાવે છે !
પ્રજાના પૈસે લીલાલહેર કરતા રહે છે
નામ કમાવા માટે નામની તકતી રહે છે,
પ્રજાના કરના રૂપિયા ખોટે માર્ગે પણ વેડફે છે
નામ કમાવા માટે પોતાની તકતી કરતા રહે છે !
એ સાચું છે કે ભંડોળ એમના નામે ખર્ચે છે
પણ તકતી તો બાંકડા પાછળ પણ દીખે છે !
કોઈ કોઈ તો ગુટકા ખાતા ખાતા થૂંકે છે
બગીચાના બાંકડે થૂંકના ઉપર પણ બેસે છે !
જાહેર સ્થળ ને સુંદર છે આ બગીચો !
કોના બાપનો બાંકડો ! બગાડે એ બગીચો !
સલાહ આપવા જાવ તો કરડતા આ કોઈના દીકરા !
થોડી થોડીવારે થૂંકતો ને ઝઘડતા એ કોઈના દીકરા !
સ્વચ્છતાના પાઠ પણ ના શીખે એ શૂરવીરો
મોટા મોટા ડોળા કાઢીને ભાગતા એ વીરો !
અવનવી વાતો જાણવા માટે લ્હાવો લે બગીચો
ચારેતરફ ઝાડ છોડવા ને સુંદર ફૂલોનો બગીચો.
