બાંકડો મલકાય
બાંકડો મલકાય
જોને આ બાંકડો કેવો મલકાય,
જોઈને સાથીને આ હૈયે કેવો પ્રેમ છલકાય,
આ પાગલ પવન પણ દોડતો આવ્યો,
જાણે ! મને ગળે મળવા,
જોને મિત્ર આવ્યો છે આજે હૈયે ભળવા,
ફૂલ પણ હરખ ઘેલું બન્યું,
આજે એને પણ કોઈ પોતાનું મળ્યું,
દાંડિયા રાસ લઈ રહી છે કૂંપળો,
મંદ મંદ મુસ્કાઇ રહ્યો છે આ બાગનો પીપળો,
આજે એને પણ મળ્યા એના મિત્રો,
આ પતંગિયું પણ ગપશપ કરે છે,
આ ફૂલોનાં કાનમાં,
શું આ બાગ ખીલ્યો હશે એના આગમનના માનમાં ?
આ કોયલ પણ મીઠા ગીત ગાઈ,
જાણે ! બગીચે સંગીત પ્રસરાઈ,
પંખીઓ બેઠા ગીત ગાઈ,
જાણે ! સંગીત સભા ભરાઈ,
શું આવો મોકો જતો કરાય ?
