મારા અસ્તિત્વને ઓળખ આપી ગયું
મારા અસ્તિત્વને ઓળખ આપી ગયું
પરોઢનું ઝાકળ બની પ્રેમથી ભીંજવી ગયું કોઈ,
સૂરજની પહેલી કિરણ બની,
ગાઢ નિદ્રામાંથી જગાવી ગયું કોઈ,
મોગરાની મહેક અર્પી,
જીવન સુવાસિત કરી ગયું કોઈ,
વિરાન રણમાં ગુલ ખીલાવી ગયું કોઈ,
કાંચને હીરાના મોલ બક્ષી ગયું કોઈ,
અશ્કોને મોતીમાં રૂપાંતરિત કરી ગયું કોઈ,
પથ્થરને મૂરત બનાવી,
દલડાંમાં સ્થાપિત કરી બેઠું કોઈ,
જીવન ડગર પર ચાલતા ચાલતા,
દલડાં સાથે નાતો જોડી ગયું કોઈ,
આંખોમાં ખ્વાબ તણા કાજલ આંજી ગયું કોઈ,
મારા અસ્તિત્વની ઓળખ આપી ગયું કોઈ,
હોઠ પર મુસ્કાનની લાલી લગાવી ગયું કોઈ,
મારા અપૂર્ણ જીવન ને પૂર્ણ બનાવી ગયું કોઈ.

