આવી આનંદની હેલી
આવી આનંદની હેલી
કોઈ કહે કે સોમવાર આવ્યો
સોમવાર પસાર થયો એમ ને એમ,
આવ્યો મંગળવાર પછી
ના થયા એ દિવસે દર્શન એના,
બુધવાર આવ્યો વહેલો વહેલો
શુષ્ક જીવનમાં આનંદ લાવ્યો,
ગુરુવારે બનાવી લાપસી ફાડા
આનંદ અધિક ના જણાયો,
હતી આશા કે બીજે દિવસે આવશે
શુક્રવારે વ્રતમાં સમય પસાર થયો,
ફરીથી આવી ખુશખબરી
પિયા મિલનની આશ જાગી,
શનિવારે આનંદની લહેરી
હૃદયમાં પ્રેમ અને ધડકન વધી,
સંધ્યાકાળે વેણી ગજરો પહેર્યો
વરસતા વરસાદમાં સાજન આવ્યો,
રવિવારે તો આવી આનંદની હેલી
બહાર વરસાદની આવી હતી હેલી.
ઘરમાં બહાર એવી આવી
મોહિની પણ ઘણી શરમાઈ.

