ભક્તિ
ભક્તિ
હરિએ આપ્યું ખોળિયું માનવદેહનું,
એ જ માનવે દીધું હતું વચન !
ભક્તિ કરીશ આયખું
હશે ત્યાં સુધી,
સદ્નસીબે પરિવાર મળ્યો ભક્તિઘેલો,
નવધાભક્તિની વાતો, અનુભવ, સત્સંગમાં
થયો ઉછેર મારો,
આનંદ આનંદ ને આનંદની
ઊડી છોળો મુજ જીવનમાં,
ભક્તિપ્રેમી સાસરિયાંમાં
ઈચ્છું હું ભક્તિ સદાય,
સમય જતાં જન્મ આપ્યો,
કન્યારત્નને, નામ રાખ્યું ‘ભક્તિ’,
લાડકવાયી ભક્તિ જાણે
દસમી ભક્તિ કરે,
માનવસેવા કરતી કરતી
કરે ‘ભક્તિ’ પર પી.એચ.ડી.
માગું હું ‘ભક્તિ’ જ સદા,
ન ખપે શક્તિ, ન ખપે મુક્તિ.
