શું કરી શકાય
શું કરી શકાય
મકાન સળગી ઊઠે તો વીમો લઈ શકાય,
જ્યારે સ્વપનાં સળગે ત્યારે શું કરી શકાય ?
આકાશ વરસે તો છત્રી ઓઢી શકાય,
જ્યારે આંખ વરસે ત્યારે શું કરી શકાય ?
સિંહ ગર્જના કરે તો દોડી શકાય,
જ્યારે અહંકાર ગર્જે ત્યારે શું કરી શકાય ?
ગંદા - મેલા કપડાં તો ધોઈ શકાય,
જ્યારે મન મેલું થાય ત્યારે શું કરી શકાય ?
દર્દ હશે તો દવા લઈ શકાય,
જ્યારે વેદના હોય ત્યારે શું કરી શકાય ?
"નાના" કાંટો ખૂંચે તો કાઢી શકાય,
જ્યારે કોઈની વાત ખૂંચે ત્યારે શું કરી શકાય ?
