તું મારું જીવન
તું મારું જીવન
ઠોકરો ખાધી જીવનમાં
છતાં સમજ ના આવી
મનને સમજાવ્યું ત્યારે
જીવનમાં એક લહેર આવી
અંધકાર દેખાતું હતું જીવનમાં
અંધકારમાં એક કિરણ જોયું
એ કિરણના આધારે જીવનમાં
એક સુંદર પરિવર્તન આવ્યું
આજ સુધી મારું મારું કરતો
મારામાં થોડો અહમ્ આવ્યો
નહોતો મળતો સાચો આનંદ
સમર્પણ કરતા સુખ આવ્યું
હવે સમજાયું કર્તવ્ય મને
સંસારનું રહસ્ય જાણ્યું
ઈશ્વર સિવાય નથી ઉદ્ધાર
એવું જ્ઞાન મોડું આવ્યું
હું અજ્ઞાની કાંઈ નહોતો જાણતો
જ્યાં સુધી તું ના આવ્યો
તારા વગર તો મારું જીવન
હવે મેં નિરર્થક જાણ્યું
જીવનમાં જાણ્યું સાચું જ્ઞાન
પ્રભુનું નામ સ્વરૂપ જાણ્યું
એ ઇશ્વરને ભૂલું ના કદા
તકલીફોમાં એનું મહત્વ જાણ્યું
