પહેલો વરસાદ
પહેલો વરસાદ
ચમકતી ચાંદનીમાં જોવામાં રસ છે
ઘેરાયેલા વાદળોમાં પણ રસ છે,
વાદળો ઘેરાયાં, સાજન ના આવ્યા
સાજનની રાહ જોવામાં રસ છે,
ધીરે ધીરે પડતો પહેલો વરસાદ
પહેલા વરસાદમાં પલળવામાં રસ છે,
પહેલા વરસાદમાં પલળવાની ઈચ્છા
આંગણે ઊભી પલળતી ઈચ્છા,
દૂરથી આવતા સાજનને જોયા
ભીના અંગે એમને ભીંજાતા જોયા,
આવકાર આપ્યો, ઘરમાં આવ્યા,
થોડીવારમાં પકોડા બનાવ્યાં,
સાજનની નજરમાં પ્રેમની ઊર્મિ
આંખો જોઈને પામી એની દૃષ્ટિ,
પહેલા વરસાદ રોમાંચક લાગ્યો
સાજનની સજનીએ માંગ્યો,
પહેલો વરસાદ ધીરે ધીરે પડ્યો
અનાધાર નહોતો પણ રોમેન્ટિક લાગ્યો.

