મેઘો મહેરબાન
મેઘો મહેરબાન
આજે સવારથી મેઘો મંડાણો
વાદળો ગડગડાટ કરતા જાય,
વીજળીના ચમકારા ને આકાશમાં અજવાળા
મેઘો મહેરબાન થતો જાય,
નથી જવાતું બહાર જવા માટે
રેઈનકોટ, છત્રી લઈને લોકો ચાલ્યા જાય,
ખૂબસૂરત મોસમ, વરસાદી મોસમ
ગરમાગરમ દાળવડા ખાવાનું મન થાય,
આજે સવારથી મેઘો મહેરબાન
વરસાદની રમઝટ થતી જાય,
આળસ પણ આવે, આંખો ઘેરાય
ધીરી ધારની વર્ષા પડતી જાય,
દેડકા દેખાયા, ડ્રાઉ ડ્રાઉ કરતા
પક્ષીઓ માળામાં સંતાઈ જાય,
બપોર પડી પણ થોભ્યો ના મેઘો
સાંજ સુધી આ વાતાવરણ દેખાતું જાય.
