મળું હું
મળું હું
લોકો ચહેરા પર ચહેરા રાખી મળે,
ને, હું પરામર્શી મુસ્કાન સાથે મળું,
દુઆઓ થકી જ પામી સરબુલંદી,
કેમ કે, હું બુઝુર્ગોથી બાઅદબ મળું,
ત્યાં સુધી પહોંચવાની ચાહત મારી,
જ્યાં, હું ભૂમિ-ગગનને એક આંખે મળું,
ગેરસમજ તો દિલમાં છવાઈ એવી,
તેથી, હું દોસ્તોને ખંજર છુપાવીને મળું,
પરખથી વફાની દોલત નથી પામી,
બસ, હું "નાના" અજમાયશ વિના મળું.
