વ્યક્તિ
વ્યક્તિ
મળી જતી હોય છે,
એવી પણ વ્યક્તિઓ,
જે બની રહેતી,
યાદગાર સદાય,
જાણે અજાણ્યે,
આવી ઊભી રહી જતી,
આપણી પાસે,
આપણી સાથે,
કામ પોતાનું કરી,
નથી રોકાતી જરી,
કદાચ ન મળશે ફરી,
યાદો તેમની રહેશે ખરી,
વ્યક્તિઓ આવી,
દરેક ના જીવનમાં,
ભલે થોડી વાર,
આવે ફરી કરી.
