મળી મને એક વ્યક્તિ એવી
મળી મને એક વ્યક્તિ એવી
મળી મને એક એવી સુંદર વ્યક્તિ,
ખૂબ ભરી છે ઈશ્વરે એનામાં શક્તિ,
દર્દ ગમ પીડા તો એનાથી દૂર ભાગે,
ખૂબ ભાવ ભરેલી લાગે મને એની દરેક અભિવ્યક્તિ,
આમ તો લાગે શીતળ છાયા સમી,
નથી આમ તો એનામાં કોઈ કમી,
ઈશ્વરની છે ખૂબસૂરત એ આકૃતિ,
એની નિખાલસતા મને તો બહુ ગમી,
ઈશ્વરે સર્જેલો એનો સુંદર આકાર છે,
એના થકી જ બધા સપના મારા સાકાર છે,
મારા જીવનનો એતો સુંદર શૃંગાર છે,
એના દિલમાં મળ્યો ભાવભર્યો આવકાર છે,
મારી વ્યક્તિગત ઓળખ એ દઈ જાય છે,
આંખો થકી મારા દિલમાં સમાઈ જાય છે,
પ્રીત બનીને આવી છે એવી વ્યક્તિ જીવનમાં,
મારા હૈયે ઊર્મિઓનો સાગર બની છલકાય છે.

