બાળક અને વરસાદ
બાળક અને વરસાદ
રીમઝીમ રીમઝીમ વરસાદ આવતો
ઘરમાં પણ થોડો થોડો પડતો
વરસાદી પાણી ઘરમાં ઘુસતા
ઘરની ગૃહિણી રખવાઈ થતી,
કામમાં વ્યસ્ત રહેતી
ઝટઝટ કામ કરતી
માતાને પરેશાન જોઈને
બાળકને પણ ચિંતા થતી,
ઘરના કામકાજ કરીને
વાસણને માંજવા જતી
વરસાદે હેરાન થતી
પરસેવે પણ રેબઝેબ થતી,
માતાને પરેશાન જોઈને
બાળક લાવ્યો એક છત્રી
માતાને પલળતા જોઈને
વરસાદથી બચાવે છત્રી,
બાળકનો પ્રેમ જોઈને
સ્મિત કરતી માતા જોઈ
બાળકનો માતા પર સ્નેહ
વરસાદ પણ રોકાતો, આ જોઈ.
