STORYMIRROR

Rutambhara Thakar

Fantasy

4  

Rutambhara Thakar

Fantasy

ચુંબકીય તારું આકર્ષણ

ચુંબકીય તારું આકર્ષણ

1 min
382

ચુંબકીય તારું આકર્ષણ આકર્ષક કેવું,

જાણે કે ગજબનું ખેંચાણ અનુભવાય એવું,


એકમેકનાં અણુ પરમાણુ મળે એનાં જેવું,

જન્માક્ષરનાં ગ્રહો પણ હળેમળે એમાં એવું,


ધરતીને હોય આકાશનું આલિંગન જેવું,

બંને સવારે સાંજે ક્ષિતીજે ભેગા મળે એવું,


ચુંબકીય વ્યક્તિત્વ તારું ખેંચે મને એવું,

જાણે કે ગુરુત્વાકર્ષણે ખેંચાણ ચુંબકીય હોય એવું,


તારા હોઠમાં તો ગજબની ચુંબકીય શક્તિ જેવું,

તારુ ચસચસતું ચુંબન જેમ બેભાન કરે એવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy