મારી પ્રિય વ્યક્તિ તું છો
મારી પ્રિય વ્યક્તિ તું છો
મને તો છે મારા એક પ્રિય ચહેરાની તલાશ,
હોય સવારનો સોનેરી ઉજાસ,
કે હોય સાંજનાં આકાશની કેસરી લાલાશ,
મને તો છે મારા પ્રિય ચહેરાની તલાશ,
હોય ભલે વસંત કે પાનખરની ઋતુ,
હોય ભલે આ કડકડતી ઠંડી,
કે આ ધરતીનો બાળતો આ ઉનાળો,
હોય ભલે આ મેઘ અનરાધાર વરસે,
બસ મારી આંખો એના માટે તરસે,
હોય શહેરનો ચકાચોંધ ઉજાસ,
કે હોય ગામડાનો કાળો ડિબાંગ અંધકાર,
બસ મારું હૈયું તો આપે એને આવકાર,
મળી ગઈ મને મારી પ્રિય વ્યક્તિ,
મારી કવિતામાં કરું તેના પ્રેમની અભિવ્યક્તિ,
તેનો પ્રેમ મુસીબતમાં પણ આપે છે જીવવાની શક્તિ.

