બદલાતી ઋતુ
બદલાતી ઋતુ
બદલાતી ઋતુએ ખૂબ અનુભવ કર્યો હશે,
આંસુ પી-પીને ધોધમાર વરસી રડ્યાં હશે,
અઢળક દર્દ, ગગને છૂપાવ્યાં હશે,
અનેક દર્દ દિલમાં ભરી, સમાવ્યાં હશે,
ઘનઘોર વાદળે, તીવ્ર વેદના સમેટી હશે,
તૂટીને વીજળીના કડાકે ગાજ્યાં હશે,
પ્રખર તાપની વેદનાએ વાદળ બન્યાં હશે,
ચાંદની શીતળતાએ દિલે ઘા ભર્યા હશે,
કલરવ કરતાં પંખીને ગોદમાં રાખ્યાં હશે,
તારા મંડળની સાખે સ્વપ્ન જોયા હશે,
ઉપરથી ધરાનાં સુખદુખ નજર સામે હશે,
ભર્યાં હૃદયે ગગને ચોધાર અશ્રુ સાર્યાં હશે,
ધરતીની લીલી ચૂંદડી જૌ ગગન ખુશ હશે,
વરસાદની ખુશી ભીંજાઈને દર્દ ભૂલ્યાં હશે.

